Posts

Showing posts from 2006

જીન્દગી

હસાયતો હસી લઉ રડાયતો રડી લઉ સંગ્રામ છે જીન્દગી લડાયતો લડી લઉ.

મોહ

આભમાં ઉડવા ગયા. ઝાંઝવે તરવા ગયા. રુબરુ સ્વર્ગ હતા, મોહમાં મરવા ગયા.

કહાણી પ્રેમની

ઝાકળ સીંચવાથી અમે ઉગી ગયા માત્ર તણખો થયૉ ને સળગી ગયા કહાણી પ્રેમની સાવ સરળ છે અમારી અનુકુળ હવા હતી ને ચગી ગયા!

મધપુડો

થોડા ડંખ મળ્યા,થોડી મીઠાશ મળી મેં છેડ્યો જ્યારે યાદોનો મધપુડો.

તુલના!

કસમ ગુલમહોરની 'અધીર્', એના હોઠથી કાંઇ રાતુ હોય.

તારો વિચાર નથી..

ન છત હવે, કોઇ દિવાર નથી મોક્ળાશ છે, બધે બંધિયાર નથી હવે મળી શકાશે રોજ મિત્રો; હવે કોઇને મારો ઇન્તિઝાર નથી. વીતી ગઈ રાત આખી સ્વપ્ન વિના મળી સવાર જેમાં તારો વિચાર નથી વેદનાઓ મળી છે અનહદ 'અધીર્' ને તબીબો કહે છેઃ બિમાર નથી!

અફવા !

દર્દને દવા મળી અગ્નિને હવા મળી તમારી હા છે, એવી અમને અફવા મળી.

સજનવા, એક હઝલ!

Image
આ હઝલ શ્રી મુકુલ ચોક્સીની પ્રખ્યાત રચના, હવે પત્રોને બદલે નક્ષત્રો લખજે સજનવા.....ની પરોડી છે..મુકુલભાઈનો પ્રંસંશક છું.. આ રચના દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થઈ ચુકેલ છે..

હું કોણ્?

અધીર્ આ નામ ક્યાંથી આવ્યુ? એમ પુછશો તો જવાબ કદાચ નહિ મળે! એતો સ્વભાવ છે! હું કોણ્? હું સીવીલ એન્જીનીયર છુ... એમ કહીશ તો શુષ્ક લાગશે.. ઍટલે મારી ઓળખ આમ આપુ છું.. સળગતો શશિ છું. ને ઠરેલ રવિ છું. ઇંટ પથ્થરોમાં જીવનાર એક નાજુક કવિ છું. પહેલી વખત કવિતા કોલેજના મેગેઝિન માટે લખી અને પછી સુરતમાં અમરભાઇ (પાલનપુરી) અને માનનીય મનહરલાલ ચોક્સી પાસે થોડુ ઘણું શીખ્યો.. પ્રેરણા કોણ? એનો પણ જવાબ નહીં મળે! પાછળથી (લગ્ન પછી!) હઝલના પણ રવાડે ચડી ગયો છું, એટલે આ બ્લોગમાં એ પણ જોવા મળશે.