Posts

Showing posts from November, 2006

તારો વિચાર નથી..

ન છત હવે, કોઇ દિવાર નથી મોક્ળાશ છે, બધે બંધિયાર નથી હવે મળી શકાશે રોજ મિત્રો; હવે કોઇને મારો ઇન્તિઝાર નથી. વીતી ગઈ રાત આખી સ્વપ્ન વિના મળી સવાર જેમાં તારો વિચાર નથી વેદનાઓ મળી છે અનહદ 'અધીર્' ને તબીબો કહે છેઃ બિમાર નથી!

અફવા !

દર્દને દવા મળી અગ્નિને હવા મળી તમારી હા છે, એવી અમને અફવા મળી.

સજનવા, એક હઝલ!

Image
આ હઝલ શ્રી મુકુલ ચોક્સીની પ્રખ્યાત રચના, હવે પત્રોને બદલે નક્ષત્રો લખજે સજનવા.....ની પરોડી છે..મુકુલભાઈનો પ્રંસંશક છું.. આ રચના દિવ્યભાસ્કરમાં પ્રકાશિત થઈ ચુકેલ છે..

હું કોણ્?

અધીર્ આ નામ ક્યાંથી આવ્યુ? એમ પુછશો તો જવાબ કદાચ નહિ મળે! એતો સ્વભાવ છે! હું કોણ્? હું સીવીલ એન્જીનીયર છુ... એમ કહીશ તો શુષ્ક લાગશે.. ઍટલે મારી ઓળખ આમ આપુ છું.. સળગતો શશિ છું. ને ઠરેલ રવિ છું. ઇંટ પથ્થરોમાં જીવનાર એક નાજુક કવિ છું. પહેલી વખત કવિતા કોલેજના મેગેઝિન માટે લખી અને પછી સુરતમાં અમરભાઇ (પાલનપુરી) અને માનનીય મનહરલાલ ચોક્સી પાસે થોડુ ઘણું શીખ્યો.. પ્રેરણા કોણ? એનો પણ જવાબ નહીં મળે! પાછળથી (લગ્ન પછી!) હઝલના પણ રવાડે ચડી ગયો છું, એટલે આ બ્લોગમાં એ પણ જોવા મળશે.