Wednesday, October 01, 2008

જુઓ --0-0--

પેન્ટમાંથી બહાર ડોકાય છે જાંઘિયા જુઓ઼! *
મારા શહેરમાં ફેશન કાઢે છે દાંતિયા જુઓ!હતા ઉંચાએ લટકી ગયા નીતિનિયમોમાં,
બેશરમીથી ઠેકડા મારે છે વ્હેંતિયા જુઓ!


કંઇક અલગ કરવાની એમની ધુન બસ
કે લાડુ સાથે એ ખાય છે ગાંઠિયા જુઓ.


બેટો ફરે છે બાઇક પર કળિયુગમાં
ને ત્યાં બાપ ઘસે છે ટાંટિયા જુઓ!


માતાજીની ભક્તિની ન વાત કરો 'અધીર'
બીડીના ગીત પર રમે છે ડાંડિયા જુઓ.

Monday, September 08, 2008

ઠેસ

માણસો, વસ્તી કે ટોળા વિષે નથી લખવું.
કુંવારી માતાના ખોળા વિષે નથી લખવું.
એમાં પણ ઠેસ મારવાની વાત આવશે
એટલેજ, આજે હિંડોળા વિષે નથી લખવું.

દિવાનગી

દઝાડતી ચાંદની ને ફુલ ડસતા હતા
દિવાનગીની વાત છે,કાંટા ગમતા હતા
હો એક બે તો વાત માંડીને કરી શકુ,
ચહ્રેરાઓ કાંઈક આંખોમાં રમતા હતા!