Posts

Showing posts from August, 2010

ચાહના

કારણો જેને કહે છે એ તો બહાના છે દૂર રહે છે જાણીને, છતાં ચાહના છે મળવું તો છે પણ કહે છે મળવું નથી બારણાં બંધ છે ભલે, પણ કાચના છે

હવાઇ ગયો છું !

સોનેરી તડકો હમણાં જ તો ગજવામાં ભર્યો, તમે ઉડી ગયા ને ઘડીમાં હવાઇ ગયો છું ! ગાયના મોઢામાં ગયેલ છાપું હતો કે પછી રાહુલ-ડિમ્પીની ખબર,મુદ્દે ચવાઇ ગયો છું ! બાગેશ્વરી,બસંત કે બિહાગ,એમાંનો નથી હું જે છુ તે, હિમેશના નાકે ગવાઇ ગયો છું. તારા શહેરના બેવકુફો વચ્ચે રહી ખરુ કહુ, કાટ લાગ્યો ભેજા પર, ને કટાઇ ગયો છું ! હાઇડ્રોજન અને સ્ટુપીડીટીની જેમ હુ પણ ચારેકોર, બધે ને સર્વત્ર છવાઇ ગયો છું ! કોમનવેલ્થ,સડકો કે પછી હો ભુવામાં, હું દેશનો પૈસો છુ,અને ખવાઇ ગયો છું !

ડનલોપી સપના....

જેલમાં હવે નેતા સુવે છે ડનલોપી સપના જુવે છે ! ગાંધીનગરમાં લેમ્પપોસ્ટ પર જો તો, કુતરા સુસુ કરે છે ! યુનીવર્સીટીના ઉકરડામાં ગાયો માર્કશીટો ચાવે છે ! પ્રેમપત્ર પુરો થઇ જતા, GMail ખુદ સેન્ડ કરે છે ! તારા શહેરની જેલ કેવી ? ગૃહમંત્રી ખુદ સિધાવે છે ! (શ્રી આદમ ટંકારવીની રચના પર આધારિત)

ખણવા દે !

મનગમતું છે કાજ, ખણવા દે ! છે એમાં મોજે મોજ, ખણવા દે ! જાહેરમાંતો દબાવીને બેઠો તો ખાનગીમાં તો હવે ખણવા દે ! જ્યાં ન પહોંચે કર, ત્યાં પહોંચે ખણ કાંસકો લઇ પ્રેમથી ખણવા દે ! મને તું રોક ના, તને હું રોકું નહિ તું તારે ખણ અને મને ખણવા દે ! એક હાથ તો એનો પકડ્યો 'અધીર' બીજા હાથે એ કેમ ન ખણવા દે ? 

શ્રદ્ધા ?

બીપ ! વોં વું વોં વું ... ઠક ઠક ઠક ... કોમ્પ્યુટર અને પ્રિન્ટર ઓન થયુ કી-બોર્ડ પર પાસવર્ડ પણ એંટર કર્યો ગૂગલ ટૉક પર કોક નવરુ તુંગ તુંગ તુંગ કરી સવાર સવારમાં દિમાગના તાર હલાવી રહ્યુ છે! તર્ર્ર્ર્ર્ર્ર્ર્ન લો કોઇ એ એસ.એમ.એસ પર પ્રેરક સંદેશો પણ મોક્લ્યો.... ...અને સાત જણ ને ફોરવર્ડ કરવાની તાકીદ પણ કરી કે નહીતર.......... ને થરથરતા તમે અધીર, એ મેસેજ સાત જણને ફોરવર્ડ કર્યો તર્ર્ર્ર્ર્ર્ર્ર્ન દસ રુપિયાના તાજા રીચાર્જમાંથી સાડા ત્રણ કપાઇ ગયા ને... ઢેન ટેણન ! બેડલક!!!! ત્યાંજ પટાવાળો કહી ગયો કેશ નથી એટલે આ મહિને પણ પગાર નહી થાય !!!