Posts

Showing posts from October, 2010

મોબાઈલનો હનેડો

નોકિયા મને ફાવે નહી..... ને સેમસંગમોં નોં હમ્ભળાય... એલા આયફોનને અડ્વા જાઉં તો.... જ્યોંત્યોં ફોન લાગી જોય લાલ હનેડો.... હનેડો હનેડો....મોબાયલ નો હનેડો... હે એ એ મોંડ મોંડ ઇનો નમ્બર મલ્યો ને......મોંડ મોંડ એ મેરવ્યો... ને જ્યોં વાતચીત કરૂ બે ધડી......ત્યોં..... બેલેંસ ખુટી જોય લાલ હનેડૉ... હનેડો હનેડો....મોબાઈલનો હનેડો... હે એ એ સ્કૂટર પર હું ટોકતો રહુ ને....... ને કારમાંય નોં ઘભરાઉ....ને ત્યોં... ચાર રસ્તા પર ઠોલજી*.... પચ્ચાની પાકી દૈ જાય લાલ હનેડો! હનેડો હનેડો.... અધીરીયાનો હનેડો... હે એ એ એલા ...હાલતા હાલતા નોં વાતું કરો... એ તો,,, એલા બચ્ચન ને જ પોહાય અમદાવાદમાં જો કોશિશ કરો....કોઇ નુ... એકટીવા ઠોકી જાય લાલ હનેડો હનેડો હનેડો.... અધીરીયાનો હનેડો... (*ઠોલજી : અમદાવાદમાં પોલીસને પ્રેમથી ઠોલા કહે છે. )

તારા વિના .... (હરબો)

તારા વિના રામા* મને અગવડું લાગે ઠામ ઉટકવાને વેલો આવજે (2) હો એંઠી તપેલી છે દાળની ..હો ..હો એંઠી છે તાંસળી પેલી ભાતની તુ ન આવે તો રામા ઠામ ઉટ્કે ન રામા ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ તારા વિના રામા, અગવડું લાગે (2) તડકે સુકાતી થાળીઓ...હો ..હો સુની છે ચોકડીની ટાઇલ્સો હે સુની સુની ચોકડીમા રસોડાની ઓસરીમાં ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ તારા વિના રામા, અગવડું લાગે (2) કપડા પડયા છે પલંગમાં...હો.. હો ડાઘા પડયા છે જેમા રંગના મોબાઇલનો સાદ સુણી મારો આર્તનાદ સુણી ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ તારા વિના રામા, અગવડું લાગે (2) તારા વિના રામા, મને અગવડું લાગે ઠામ ઉટકવાને વેલો આવ આવ આવ *રામો= ઘરઘાટી ખાસ નોંધ : ૧) આ હરબો પુરુષ ગાય છે કે સ્ત્રી તેવા હલકા પ્રશ્ન કરવા નહિ ! ૨) આ હરબો ભારત વર્ષ માટે જ લખાયેલ છે, વિદેશમાં વસતા ભારતીયોએ રામાના સ્વપ્ના જોવા નહિ. ૩) હરબા શબ્દની પેટન્ટ અધીર અમદાવાદીની છે, તો કોઈએ આ અંગે ખોટા દાવા કરવા નહિ. ૪) ગરબામાં નવા નવા પ્રયોગોથી કંટાળેલા લોકોને અધીર અમદાવાદીના હરબામાં જોડાવવા હાર્દિક આમંત્રણ છે.

હાલો કિચનમાં જઈએ ..... (હરબો)

(રાગ: ચપટી ભરી ચોખા ....) પેકેટભરી મેગીને થોડુ લો પાણી..... તપેલી જોડે લઇને રે, હાલો, હાલો કીચનમાં જઇએ રે.... કીચન પ્લેટફોર્મ પર વંદા બહુ આવે (૨) વંદાઓ આવે ને ભાગદોડ ફેલાવે (૨) ભાગંભાગ ના કરી ને રે હાલો, હાલો કીચનમાં જઇએ રે.... કીચન પ્લેટફોર્મ પર ગરોળી આવે (૨) ગરોળી આવે ને બીક લગાડે (૨) ગરોળીથી ના ડરીને રે, હાલો, હાલો કીચનમાં જઇએ રે.... કીચન પ્લેટફોર્મ પર મંકોડા આવે (૨) મંકોડા આવે ને ખાંડ ખૈ જાયે (૨) ડબ્બાને બંધ કરવા રે.હાલો, હાલો કીચનમા જઇએ રે.... કીચન પ્લેટફોર્મ પર આળસ બહુ આવે (૨) આળસ બહુ આવેને મેગી બગાડે (૨) ધણીને એ ખવડાવીએ રે હાલો, હાલો કીચનમા જઇએ રે.... પેકેટભરી મેગીને થોડુ લો પાણી..... તપેલી જોડે લઇને રે, હાલો, હાલો કીચનમા જઇએ રે....