Posts

Showing posts from November, 2010

ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી

બેફામ સાહેબની ખુબ જાણીતી ગઝલની પેરોડી બેફામ સાહેબની જાહેર ક્ષમાયાચના સાથે.... ખુદા, તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, પરણેલા હોય છે એની દશા સારી નથી હોતી. ખૂબી એ કે ભૂલી જાવ બર્થ ડે તો પકડે કોલર, ને યાદ રાખો ત્યારે, તબિયત સારી નથી હોતી. જગતમાં સર્વને કહેતા ફરો નહિ કે ચા કરજો, ઘણાંય એવાંય છે જેની ચા સારી નથી હોતી. નથી અંધકારમય રસ્તો છતાં ખોવાઇ જવાય છે, ચીંધે રાહ જે પત્નીઓ એ દિશા સારી નથી હોતી. કુંવારોઓ છો ભરે બેચાર વધુ દમ આઝાદીના, પરણેલાઓના ઘરની આબોહવા સારી નથી હોતી. સહે છે પત્નીના બોજા સાથે કામકાજનો બોજો, કરે પત્નીઓ પતિની એ દશા સારી નથી હોતી. કબરમાં પોઢશો તો ત્યાંથીય પત્ની ઊભા કરશે, અહીં ‘અધીર’ કોઇ પણ જગા સારી નથી હોતી.