Saturday, December 01, 2012

સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે


કળાને બદલે એ સિક્સ પેક્સથી ઢેલને ઈમ્પ્રેસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

ટહુકા કરી ગળું બેસી ગયું તોયે કોઈ પટતી નથી.
એનાં પીંછા કે ડાન્સ પર કોઈ ઢેલડી મરતી નથી.
હવે ઉપાયો અવનવા અને એ પણ સાવ ફ્રેશ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

અમુક વિસ્તારમાં તો મોર ગધેડે પીટાય છે હવે.
એનાં કર્કશ અવાજોથી કર્ણપટલ ઘવાય છે હવે.
ટહુકા છોડી એતો વેઈટ લીફટીંગની પ્રેક્ટીસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

સાંભળ્યું છે કે એ ચુંટણીમાં પણ ઉભો રહેવાનો છે.
વિરોધીઓ કહે છે એ જ લાગનો છે, મરવાનો છે.
એ ઘરડો છે તોયે તાકતવર છે એ સાબિત કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.