Posts

Showing posts from January, 2011

બકા

જેની પૂંઠે હોય પત્નીનો હાથ બકા એની જ લાગી જાય છે વાટ બકા સરકારી નોકરીમાં જોડાય પછી, બુદ્ધિને લાગી જાય છે કાટ બકા. સગ્ગો ભાઈ તારો પોલીસમાં હશે એનો જ આ દેખાય છે ઠાઠ બકા. પત્ની‘ને પ્રેયસીના નામમાં કદી ઊંઘમાં પણ કરાય ન બફાટ બકા. ના કહી'તી, તોયે તું નેતા થયો ! હવે તારું જ થૂંકેલું, તું ચાટ બકા.

અધીરની ઋતુઓ

શિયાળે સૂપ ભલો, ને ઉનાળે ભલી છાશ. ચોમાસે સોડા ભલી, મારી ચા બારેમાસ! શિયાળે સાઈકલ ભલી, ને ઉનાળે ભલી કાર. ચોમાસે બીઆરટીએસ ભલી, મારા ટાંગા બારેમાસ! શિયાળે શીલા ભલી, ને ઉનાળે ભલી મોહિની. ચોમાસે ભલી બીજલી, મારી મુન્ની બારેમાસ! શિયાળે ઊંધિયું ભલું ને ઉનાળે ભલો આઈસ્ક્રીમ. ચોમાસે દાળવડા ભલાં, મારો માવો બારેમાસ! શિયાળે પ્રેયસી ભલી, ને ઉનાળે ભલી પ્રિયતમા. ચોમાસે ગર્લફ્રેન્ડ ભલી, સાલી, પત્ની બારેમાસ!

બીજી અઘરી ગઝલ

ફાંસ કૂણાં વાંસની દિલમાં વાગે છે, ધકધકમાં પછી સાત સુર લાગે છે. વાયદા પ્રેમીઓનાં અડગ નથી હોતા, શિલા પર લખે, નજરથી દુર રાખે છે પતંગ બિનહવામાં એનો ચગતો’તો, શ્વાસોની ધમણથી કોક હવા નાખે છે. કાયદા દુનિયાનાં એનું શું બગાડી લે? કાંટાઓ ફૂલોનેજ જ્યાં વકીલ રાખે છે. વાયરો ભોંઠો પડી જાય એવા મેદાન, કોણ આંસુ સીંચી લીલાછમ રાખે છે? એક તો રોગનું ખરું નિદાન થતું નથી, પાછું તબીબો ખોટી દવાઓ આપે છે. એની યાદમાં જાગ્યા રાતભર ‘અધીર’ તો શું ? ઘુવડ પણ રાતભર જાગે છે !

બોસ, આ અમદાવાદ છે !

અહી પૂર્વમાં ખોખરા છે ભોજનમા ઢોકળા છે ને રસ્તા પર પોદળા છે બૉસ, આ અમદાવાદ છે! અહી મજ્જાની લાઈફ છે. ફરવા માટે બાઈક છે. ને ખિસ્સા ટાઈટ છે એન્જોય, આ અમદાવાદ છે. અહીં કોલેજોમાં ફેસ્ટીવલ છે કાંકરિયામાં કાર્નિવલ છે ને ઓફિસોમાં ગુલ્લીવલ છે આવો આ અમદાવાદ છે. અહીં ટ્રાફિક હેવી છે દાદીઓ નેટ સેવી છે ને બધાંને કાર લેવી છે એવું આ અમદાવાદ છે. અહીં કચરાની વાસ છે કુતરા આસપાસ છે ને ગાયોનો ત્રાસ છે બચો, આ અમદાવાદ છે. અહીં ચામાં કટીંગ છે પરીક્ષામાં સેટીંગ છે ને બુફેમાં વેઇટીંગ છે ડ્યુડ,આ અમદાવાદ છે.