Posts

Showing posts from February, 2011

આદત

શું મજા કપાયેલા પતંગને કાપવાની ? કે હવાયેલા સુરસુરિયાઓ ચાંપવાની. નહોતી ખબર કે એની સજા લગ્ન હશે, હતી નિર્દોષ આદત અમને તાકવાની. ફેલાવી કોણે વાત કે અમને ગેસ થયો ? વાગી જે સિસોટી એ તો ટાયર ફાટવાની. હો મુન્નીની બદનામી કે શીલાની જવાની બંદાને મજા આવે છે, બન્નેમાં નાચવાની કરોડો વાઈબ્રન્ટ પરીકથાઓ વાંચી નાખી, મુખ્યમંત્રીએ હાકલ કરી જ્યાં વાંચવાની મળે તો એમ મળ કે છૂટથી મળી શકાય આ શું આવ્યા મળ્યા ને વાત ભાગવાની ! એકાંતમાં મળે છે એ વચ્ચે અંતર રાખી મીઠાઈની આખી દુકાન, મનાઈ ચાખવાની કેટલી થપ્પડો ને કેટલા સેન્ડલો ખાધા તોયે ના ગઈ તારી આ આદત ઝાંખવાની ‘અધીર’ દેખાવ છો તમે, પણ મળતાં નથી કેમ જતી નથી આદત તમારી ઝાંઝવાની.