નોકિયા મને ફાવે નહી..... ને સેમસંગમોં નોં હમ્ભળાય... એલા આયફોનને અડ્વા જાઉં તો.... જ્યોંત્યોં ફોન લાગી જોય લાલ હનેડો.... હનેડો હનેડો....મોબાયલ નો હનેડો... હે એ એ મોંડ મોંડ ઇનો નમ્બર મલ્યો ને......મોંડ મોંડ એ મેરવ્યો... ને જ્યોં વાતચીત કરૂ બે ધડી......ત્યોં..... બેલેંસ ખુટી જોય લાલ હનેડૉ... હનેડો હનેડો....મોબાઈલનો હનેડો... હે એ એ સ્કૂટર પર હું ટોકતો રહુ ને....... ને કારમાંય નોં ઘભરાઉ....ને ત્યોં... ચાર રસ્તા પર ઠોલજી*.... પચ્ચાની પાકી દૈ જાય લાલ હનેડો! હનેડો હનેડો.... અધીરીયાનો હનેડો... હે એ એ એલા ...હાલતા હાલતા નોં વાતું કરો... એ તો,,, એલા બચ્ચન ને જ પોહાય અમદાવાદમાં જો કોશિશ કરો....કોઇ નુ... એકટીવા ઠોકી જાય લાલ હનેડો હનેડો હનેડો.... અધીરીયાનો હનેડો... (*ઠોલજી : અમદાવાદમાં પોલીસને પ્રેમથી ઠોલા કહે છે. )
એકવાર અનાયાસે આપના "પત્નીને ખુશ રાખવાના ઉપાયો" પર નજર પડી... વાંચ્યા - વંચાવ્યા, બધાને ખૂબ હસાવ્યા... પણ પછી બધાં એ પૂછ્યું કે આ માસ્ટરમાઈન્ડ છે કોનું? ત્યારે જરા અટવાઈ ગઈ.. બસ ત્યારની તમને શોધું છું, તે છે...ક આજે જડ્યા... અને તમારી ઓળખાણ વાંચીને આ સળગતા શશિને અભિનંદન આપ્યા વગર રહી ન શકી... ખૂબ હૃદયસ્પર્શી લખો છો...
ReplyDelete