સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે


કળાને બદલે એ સિક્સ પેક્સથી ઢેલને ઈમ્પ્રેસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

ટહુકા કરી ગળું બેસી ગયું તોયે કોઈ પટતી નથી.
એનાં પીંછા કે ડાન્સ પર કોઈ ઢેલડી મરતી નથી.
હવે ઉપાયો અવનવા અને એ પણ સાવ ફ્રેશ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

અમુક વિસ્તારમાં તો મોર ગધેડે પીટાય છે હવે.
એનાં કર્કશ અવાજોથી કર્ણપટલ ઘવાય છે હવે.
ટહુકા છોડી એતો વેઈટ લીફટીંગની પ્રેક્ટીસ કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

સાંભળ્યું છે કે એ ચુંટણીમાં પણ ઉભો રહેવાનો છે.
વિરોધીઓ કહે છે એ જ લાગનો છે, મરવાનો છે.
એ ઘરડો છે તોયે તાકતવર છે એ સાબિત કરશે.
સાંભળ્યું છે મોરે જીમ જોઈન કર્યું છે.

Comments

  1. મોર મોર...વન્સ મોર! :)

    ReplyDelete
  2. આ ઉમરના છે નખરા, ટાઇમ પાસ કરવો છે,
    રાજકારણ શું કે જીમ, જોડાઈને બતાવવું છે,
    તલમાં તેલ ભલે નથી કચરિયું પણ સારું છે,
    ઢેલ કહે કે ન કહે, મોરે જીમ જોઈન કર્યું છે,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

હું કોણ્?

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....