ત્રીજી અઘરી ગઝલ
૧) મને મારા જ પડછાયા
આકરા લાગે છે.
શશિ આભમાં સળગતા કાકડા લાગે છે.
શશિ આભમાં સળગતા કાકડા લાગે છે.
૨) કે ત્યાં લગી આવી
અટકી ગયા પગરવ
એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે.
એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે.
૩) પરમહંસ કક્ષાએ પહોંચ્યા પછી આવું થાય
હસીન છે નહિ એ હસીન
ખામખાં લાગે છે.
૪) મધુર રસ સભર અસર
અંતર તરબતર
હોઠ જલેબી, હાથ તારા ફાફડા લાગે છે.
હોઠ જલેબી, હાથ તારા ફાફડા લાગે છે.
૫) ગાલગા ને ગાગાલગા ઘોળીને
પી ગયા
‘અધીર’ સાચા કવિ થવાના
તાયફા લાગે છે.
(ઓરીજીનલી કચરા કવિતા કેવી રીતે લખાય એનાં ઉદાહરણ તરીકે રચાયેલી આ હઝલની પ્રેરણા માટે સાક્ષર ઠક્કરનો આભાર !)
૧. શરુઆતમાં એક અધરી વાત કહી દો
૨, અઘરા શબ્દો વાપરો :દ્વાર, પગરવ, સમીપ
૩. ઉર્દૂ શબ્દો વાપરો
૪. અલંકાર અને ઉપમા પ્રયોજો ઉપમા
૫. છેલ્લે ઘુસે કે નાં ઘુસે તખલ્લુસ ઘુસાડો !
haailllaaaaaa>
ReplyDeletegajjjab...
biggest secreat is unveiled...:)