એ તું જ છે ....

એ તું જ છે ...



કાચની કાતિલ કરચો કરતાં
જે વધારે વાગે છે મને,
એ શું છે,
એ તને તો
ખબર હશે જ !


--
વાતચીતના વાસંતી વાયરા વિરમે
પછી યાદ થઈ જે વરસે,
એ તું છે,
એ તને તો
ખબર હશે જ !
 --


કાળીચૌદસની કાળી અંધારી રાતે
કરું આંખ બંધ ને
જે દેખાય
એ તું જ છે,
એ તને તો
ખબર હશે જ.
--
શરદપૂનમની રાતે
ચાંદની કરતાં પણ જે
વધારે દઝાડે છે
એ તું જ છે,
એ તને તો
ખબર હશે જ.
 


Comments

Popular posts from this blog

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..