તમે જોઈ શકો છો .. ફરી એકવાર

શહેરમાં હોર્ડિંગ ઊભા છે, તમે જોઈ શકો છો.
ડીવાઈડરે છોડ સુક્કા છે, તમે જોઈ શકો છો.

દિવસમાં ચારસોને સાત એ વાયદાઓ કરે છે,
નેતાના શબ્દો સસ્તા છે, તમે જોઈ શકો છો.

હોય ખીસામાં વજન તો થાય કામ ફટાફટ,
રૂપિયા વિના ધક્કા છે, તમે જોઈ શકો છો.

કુંડાળાની મધ્યમાં લાગેલાં તીર દેખાય છે?
અમે છોડેલાં તુક્કા છે, તમે જોઈ શકો છો.

નોબલ, જ્ઞાનપીઠ કેમ ન મળ્યા 'અધીર’ને?
ગઝલની આ ગુણવત્તા છે, તમે જોઈ શકો છો.

~ અધીર અમદાવાદી 

Comments

Popular posts from this blog

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

મોબાઈલનો હનેડો

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..