પૂરતું છે
નાસ્તામાં જ્યુસ સાથે બ્રેડબટર હોય પૂરતું છે. ભોજનમાં પરાઠાને આલુ-મટર હોય પૂરતું છે. મને એક મૌન નથી માફક આવતું તારું બસ, સવાર સાંજ હલકી ચટરપટર હોય પૂરતું છે. જરૂરી નથી કે જીવનમાં તું સળંગ મળે મને, તારા સહવાસનું એકાદું ચેપ્ટર હોય પૂરતું છે. કોઈ અમંગળ ખબર હો તારા પત્રમાં તો ફક્ત, કાપવા નસ હાથવગું પેપરકટર હોય પૂરતું છે. જુદાઈમાં જુઓ આશિક આવી દુઆ માંગે છે, વહાવવા આંસુ અલાયદી ગટર હોય પૂરતું છે. એક તું અને એક હું પૂરતા નથી સફર માટે? બસમાં ડ્રાઈવર હોય ને કંડકટર હોય પૂરતું છે. ને બિમારી પછી છો કોઈ પણ આવે ‘અધીર’ સારવાર કરવા માટે તું ડોક્ટર હોય પૂરતું છે.