તમે જોઈ શકો છો

કાકાને ખખડાવે છે કાકી, તમે જોઈ શકો છો.
કાને રૂ ભરવાની ચાલાકી, તમે જોઈ શકો છો.

કીટલીએ ઉભેલી વ્યક્તિ બહારગામની લાગે છે.
ઓર્ડર કરે છે એ ચા આખી, તમે જોઈ શકો છો.

દહીંથરું કાગડા સાથે ગયાની બની છે ઘટના,
બેકાર થઈ ગયા છે કાઝી, તમે જોઈ શકો છો.

માસ્ક વગર ફરે છે ખુલ્લેઆમ આ નગરજનો,
મુર્ખાઓની વધતી આબાદી, તમે જોઈ શકો છો.

‘અધીર’નું સર્જન અત્યંત ઉત્કૃષ્ટ છે એ જાણો;
આ હઝલમાં એની ઝાંખી, તમે જોઈ શકો છો.

Comments

Popular posts from this blog

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....