હું કોણ્?

અધીર્ આ નામ ક્યાંથી આવ્યુ? એમ પુછશો તો જવાબ કદાચ નહિ મળે! એતો સ્વભાવ છે!

હું કોણ્? હું સીવીલ એન્જીનીયર છુ... એમ કહીશ તો શુષ્ક લાગશે.. ઍટલે મારી ઓળખ આમ આપુ છું..

સળગતો શશિ છું.
ને ઠરેલ રવિ છું.
ઇંટ પથ્થરોમાં જીવનાર
એક નાજુક કવિ છું.


પહેલી વખત કવિતા કોલેજના મેગેઝિન માટે લખી અને પછી સુરતમાં અમરભાઇ (પાલનપુરી) અને માનનીય મનહરલાલ ચોક્સી પાસે થોડુ ઘણું શીખ્યો..

પ્રેરણા કોણ? એનો પણ જવાબ નહીં મળે!

પાછળથી (લગ્ન પછી!) હઝલના પણ રવાડે ચડી ગયો છું, એટલે આ બ્લોગમાં એ પણ જોવા મળશે.

Comments

  1. Welcome to the Gujarati Blogging World.. !!

    ReplyDelete
  2. Wah! Wah!
    Lage raho,
    America jaine pan Kavita no sang jalvi rakhyo chhe jani anand thayo!

    ReplyDelete
  3. ગુજરાતી બ્લોગ-જગતમાં હાર્દિક સ્વાગત!!

    સરસ લખો છો... આશા છે કે અહીં આપની ઘણી રચનાઓ પીરસતા રહેશો.

    'સહિયારું સર્જન'માં દર શુક્રવારે અપાતા વિષયો પર લખવાનું હાર્દિક આમંત્રણ...
    http://sarjansahiyaaru.wordpress.com

    ReplyDelete
  4. ગુજરાતી બ્લોગ જગતમાં મને તો પ્રિન્ટ મેડિયા કરતા વધુ મજા પાડવા લાગી છે. તમારો fan એક મુક્તક માં થઇ ગયો છું. આ weekend માં તમારો આખો બ્લોગ વાંચી જઈશ. અધીરાઈ થી weekend ની રાહ જોઉં છું ;)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર