Wednesday, October 21, 2009

દિવાળી વિક્રમ સંવત 2066નું સ્વાગત

ઇશ્વરના આશિર્વાદ હો ને,ફળે તમારી ઇચ્છા, બીજું શું?
'અધીર’ના હૈયે ને હામે દિવાળીની શુભેચ્છા,બીજું શું!

હો રાત કે દિવસ, અજવાળાની કોઇ કમી ન રહે તમને!
દોસ્ત મળે સુંદર મજાના,ને દુશ્મન હો અચ્છા,બીજું શું?

ને પછી હાથમાં કોઇનો હાથ રહે, મધુરો સંગાથ રહે,
પછી એમ બને કે રહે ન બીજી કોઇ ઇચ્છા, બીજું શું!

એનો વૈભવતો એના લાગણી ભીના શબ્દોજ છે દોસ્ત!
‘અધીર’ મોકલે તમને શબ્દો તણા ગુચ્છા,બીજું શું?


(ખલીલ ધનતેજવીના "બીજું શું?" રદીફ ગમી જતા એનો સાભાર ઉપયોગ કર્યો છે)

5 comments:

 1. khub saras...aavi rachnao vanchi ne mane pan thayu k tamara jeva mitro amara frnd e amara ahobhagya...biju shu.!!!

  ReplyDelete
 2. bus saras keep it..
  અહેસાસ.........
  read karo a page par akhi rachana..
  મારી અંદર જીવે છે મારુ જ દદૅ.
  થોડો શ્ર્વાસને પણ અહેસાસ તારો.
  http://shil1410.blogspot.com/2009/12/blog-post_01.html

  ReplyDelete
 3. એનો વૈભવતો એના લાગણી ભીના શબ્દોજ છે દોસ્ત!
  ‘અધીર’ મોકલે તમને શબ્દો તણા ગુચ્છા,બીજું શું?
  aree anathi vadhu biju joie pan su!!!!! very nice n touchi words..

  ReplyDelete