લખુ ઝાકળથી પત્ર..

લખુ ઝાકળથી પત્ર અને તમે તડકામાં ખોલો તો?
વાત હું મૌનની કરતો હોઉને તમે વચમાં બોલો તો?

ખેતરના શેઢે,કુદરતના ખોળે,આપણે બેઉ બેઠા હોઇએ
પ્રેમની હું વાતો કરું ને તમે, તુવેરની સીગો ફોલો તો?

ઝરમર વરસાદમાં જતા હો તમે બાઇક પર રમરમાટ
પાછળ બેઠી હોય કોઈ રમણી, ને જો પકડે ઠોલો તો?

સંબંધના પહેલા શ્રાવણમાં એક્મેક્ને ભીંજવવા નીકળ્યા
આપણે બેઉ, ને તમે હળવેક્થી રેઇનકોટ ખોલો તો?

નાજુક કર તમારા પ્રેમથી ફરતા હોય 'અધીર'ના કેશમાં
ને અચાનક એમ ખબર પડે, કે આ તો છે સાવ ટોલો તો?


[ઠોલો – ટ્રાફિક પોલિસ માટે વપરાતો અમદાવાદી શબ્દ]
[મુળ રચનાના કવિયિત્રી – ‘લજામણી']

Comments

  1. ખેતરના શેઢે,કુદરતના ખોળે,આપણે બેઉ બેઠા હોઇએ
    પ્રેમની હું વાતો કરું ને તમે, તુવેરની સીગો ફોલો તો?
    ... ગમ્મ્તભરી રચના. ગમી.

    ReplyDelete
  2. કાદી મા બકરા ચરતા હોય..તમે બાજરા ના રોટલા ના કટકા કરી રાખ્યા હોય..એકાદુ દુઝણુ બકરુ પકડી ને એનુ એક આંચળ પકડી ને દુધ ની સેર મો મા પડતી હોય બાજરા ના રોટલા ના કટકા મા તારા સ્પર્શ નો સ્વાદ એવો ઓળઘોળ થઈ જાય કે બસ બકરા જ ચરાવ્યા રાખુ.. જો તુ રોટલા નાબટકા કરી આપતી હો તો

    ReplyDelete
  3. adhir bhai mari romantic rachnani tame _ _ _ kari nakhi

    ReplyDelete
  4. બહુ મજા આવી..વાંચી ને....

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર