(રાગ: ચપટી ભરી ચોખા ....)
પેકેટભરી મેગીને થોડુ લો પાણી.....
તપેલી જોડે લઇને રે,
હાલો, હાલો કીચનમાં જઇએ રે....
કીચન પ્લેટફોર્મ પર વંદા બહુ આવે (૨)
વંદાઓ આવે ને ભાગદોડ ફેલાવે (૨)
ભાગંભાગ ના કરી ને રે હાલો, હાલો કીચનમાં જઇએ રે....
કીચન પ્લેટફોર્મ પર ગરોળી આવે (૨)
ગરોળી આવે ને બીક લગાડે (૨)
ગરોળીથી ના ડરીને રે, હાલો, હાલો કીચનમાં જઇએ રે....
કીચન પ્લેટફોર્મ પર મંકોડા આવે (૨)
મંકોડા આવે ને ખાંડ ખૈ જાયે (૨)
ડબ્બાને બંધ કરવા રે.હાલો, હાલો કીચનમા જઇએ રે....
કીચન પ્લેટફોર્મ પર આળસ બહુ આવે (૨)
આળસ બહુ આવેને મેગી બગાડે (૨)
ધણીને એ ખવડાવીએ રે હાલો, હાલો કીચનમા જઇએ રે....
પેકેટભરી મેગીને થોડુ લો પાણી.....
તપેલી જોડે લઇને રે,
હાલો, હાલો કીચનમા જઇએ રે....
વાહ અધીરભાઈ..તમારી વાતો નીરાળી હોય છે..સમય અને સંજોગને પારખીને જે રસ પીરસો છો,એ સર્વને સાનુકુળ પડે છે...
ReplyDelete