લખી નાખી ગઝલ

હોઠનાં લોહીલુહાણ થવા ઉપર લખી નાખી ગઝલ,
પછી એઈડ્ઝની શક્યતા ઉપર લખી નાખી ગઝલ.

એક સાથે એક રાતમાં બબ્બે ઘટનાઓ ઘટી સરસ
આભે ને ધાબે જોયા મુન સુપર,લખી નાખી ગઝલ

ભાંગની અસર કે પછી હોય વિચાર વાયુનો પ્રકોપ
રાખીનાં રૂપ, રાનીના અવાજ પર લખી નાખી ગઝલ

વિચારો કે નવરા કવિને ક્યાંક્યાંથી મળે છે ગઝલ?
જોયા ભૂંડ,કીડી,કાગડો,કબુતર લખી નાખી ગઝલ

એકલો બેઠો હતો,માણસ,ફૂટપાથ પર છાપું પાથરીને
નીચે મર્સીડીઝ ને આકાશ ઉપર,લખી નાખી ગઝલ

કાગળનો લાવારિસ ડૂચો,ભીંતે ફરતી નાજુક ગરોળી
અધીર’ની જ્યાં પડી ગઈ નજર, લખી નાખી ગઝલ

Comments

  1. સાવ સહેલુ છે, કવિતા તો તમે પણ લખી શકો છો,
    માત્ર શબ્દોની લડાઇ છે આ, તમે પણ લડી શકો છો.

    કવિઓનુ ‘આગવુ ભાવવિશ્વ’ એવુ કશુ નથી હોતુ,
    મફત છે, કલ્પનાઓ તો તમે પણ કરી શકો છો.

    શોધી કાઢી થોડા ક્લિષ્ટ શબ્દો શબ્દકોષ મહિથી,
    પછી એની માયાજાળ તો ગુંથી તમે પણ શકો છો.

    થોડુ અહિથી, થોડુ તહિથી અને થોડુ કહિથી ઉઠાવીને,
    એક નવી જ રચના તો તમે પણ રચી શકો છો.

    છંદ, પ્રાસ વગેરેનો મેળ નથી? ચિંતા ના કર યાર,
    ’અછંદસ’ જેવુ કઇક તો તમે પણ લખી શકો છો.

    અને કવિ જેવો દેખાવ કરવો તો સાવ સરળ છે,
    લેંઘો-ઝ્ભ્ભો ને ખભે થેલાનો વેશ તો તમે પણ ધરી શકો છો.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર