તમે નહીં માનો

ધોતિયા પર પહેરાતો હતો કોટ, તમે નહીં માનો.
ધીરુભાઈનો છોકરો કરે છે ખોટ, તમે નહીં માનો.

ઓફિસનું કામ ને ઘરકામ સાથે ઘેર બેઠા કરું છું;
પહેરતા ભૂલી ગયો છું કંઠલંગોટ, તમે નહીં માનો.

બેભાન હતો, ભાનમાં આવી ગયો બે મીનીટમાં
સુંઘાડી હતી પાંચસોની નોટ, તમે નહીં માનો.

વિજ્ઞાન એટલી પ્રગતિ કરશે કે ચકિત થઈ જશો.
ક્યારેક છી-ભુયે કરશે રોબોટ, તમે નહીં માનો.

સત્કર્મ કરો, મુસીબતમાં આવશે કામ ‘અધીર’;
કીડી ઓફર કરશે તમને લોટ, તમે નહીં માનો.

~ અધીર અમદાવાદી 

19-09-2020

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર