એક ચેનલનુંમાં હઝલ

કામમાં કચાશ છે ક્યાંકને ક્યાંક.
ભીંતમાં ભીનાશ છે ક્યાંકને ક્યાંક. 

રેડ સિગ્નલ છતાં નાસી જાય છે, 
ડંડામાં કુમાશ છે ક્યાંકને ક્યાંક. 

રાત રાત જાગ્યાની ચાડી ફૂંકે છે, 
આંખમાં લાલાશ છે ક્યાંકને ક્યાંક. 

ઉલટતપાસમાં જણાવશે તિરાડો, 
રેતમાં ખારાશ છે ક્યાંક ને ક્યાંક. 

અશ્વ નાસી જાય, તાળું તબેલાને, 
તંત્રમાં ઢીલાશ છે ક્યાંક ને ક્યાંક. 

સાંભળીને પ્રવચન હસવા લાગ્યા 
વાતમાં ડંફાશ છે ક્યાંકને ક્યાંક. 

રાત કે અંધારું બધે ક્યાં હોય છે? 
દુનિયામાં ઉજાસ છે ક્યાંકને ક્યાંક.

Comments

Popular posts from this blog

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....