નવા વરસમાં કાઈંક નવુ કરજો...

તમારા હિસાબે અને જોખમે....

ફાઈલોથી આખુ ઘર ભરજો.
ને ઓફિસ જઈ લફરા કરજો!

બાઈક ઉપર બેસજો ચાર જણા,
પણ પરણવા ચાલતા જજો!

રંગ ઉડાડજો ઉતરાયણ પર!
ને હોળી પર પતંગ ચગાવજો.

ડાર્લિંગ કેહ્જો પડોસણને અને,
હિમંતથી બૈરીને કાકી કેહજો!

એવુ કરજો જે ક્યારેય કરેલ ન હોય
નવા વરસમાં કાઈંક નવુ કરજો.

'અધીર અમદાવાદી'
તરફથી
દિવાળી અને નવા વરસની શુભેચ્છા!

Comments

  1. ગજબની રમૂજવૃતિ ધરાવો છો. ઘણીખરી રચનાઓ વાંચી. વધારેને વધારે લખતા રહેશો એવી અપેક્ષા છે.

    ReplyDelete
  2. શમણાંઓ તોડીને આવ્યો છુ.
    થાકી ગયો, દોડીને આવ્યો છુ.
    હે પ્રભુ! સામો ન મળીશ મને!
    હમણાંજ હાથ જોડીને આવ્યો છુ.

    adbhut...

    ReplyDelete
  3. are wah...jo avuj kaik koik kare e pachhi ena haal haval su thai chhe e jovani majja pade..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર