જાગો ગ્રાહક જાગો

છે  ભમ્મરિયા કુવા જેવી આંખો,
ઉપરથી ડુબાડવાનો શોખ રાખો.

કોઈ દેખાડી જાય ખ્વાબ નકલી,
ને જોઈ લો? જાગો ગ્રાહક જાગો.

એક બે ક્ષણનો નથી અફસોસ;
વીતી ગયો છે જન્મારો આખો.

પાછું આપી દો જે જે મારું હતું;
તમારું હતું તે તે છો તમે રાખો.

એક તૂટે તો એનો શોક કરીએ;
ખ્વાબ તો આવે ને જાય લાખો.

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર