લાગણી નામે

સજાવટ એવી કે અકબંધ દેખાય
હોય ત્રુટક-ત્રુટક ને સળંગ દેખાય
ભીતર જઇ જુઓ મેઘધનુષ્યની
તો ફ્કત એક જ રંગ દેખાય!
**
બહારથી રૂપાળા સમ્બન્ધ દેખાય
ને ચહેરા પર પણ ઉમંગ દેખાય.
ચરૂ ખોલીને જુઓ નજીક્થી તો,
લાગણીના નામે ભુજંગ દેખાય!
**
રાજા પણ જ્યાંથી રંક દેખાય
ચાંદમાં પણ પછી કલંક દેખાય
એ હદમાં દાખલ ન થઇશ 'અધીર'
જ્યાંથી એનું ઘર બંધ દેખાય !

Comments

  1. સજાવટ એવી કે અકબંધ દેખાય
    હોય ત્રુટક-ત્રુટક ને સળંગ દેખાય
    ભીતર જઇ જુઓ મેઘધનુષ્યની
    તો ફ્કત એક જ રંગ દેખાય!
    hmmm aa pan avdvu joie ne....... but mast lakhyu che....

    ReplyDelete
  2. રાજા પણ જ્યાંથી રંક દેખાય
    ચાંદમાં પણ પછી કલંક દેખાય
    એ હદમાં દાખલ ન થઇશ 'અધીર'
    જ્યાંથી એનું ઘર બંધ દેખાય !

    મજા પડે એવી વાત.

    ReplyDelete
  3. nice one.
    રાજા પણ જ્યાંથી રંક દેખાય
    ચાંદમાં પણ પછી કલંક દેખાય

    અચાનક.http://shil1410.blogspot.com/
    par akhi rachana juvo...

    ReplyDelete
  4. રાજા પણ જ્યાંથી રંક દેખાય
    ચાંદમાં પણ પછી કલંક દેખાય
    nice one..keep it..

    http://shil1410.blogspot.com/ achanak.... navi rachana juvo .તકલીફ તો શ્ર્વાસ છે ત્યાં સુધીની જ હશે,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર