ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

ત્રિકોણના ચોથા ખુણે બેસીને તને ચાહી હતી.
તારી કંકોત્રીમાં તોયે કેમ લીલીછમ શાહી હતી?

નવી જ અસમંજસમાં ભીંત ફફડી ઉઠી એકાએક
આંગળીને અંગુઠા વચ્ચે કોઇએ બીડી ફસાવી હતી!

તેતરને કબૂતર આરામથી ચણી રહ્યા હતા, મકબરો
હવામાન ખાતાની તો સાવ કોરી આગાહી હતી!

મારી ટાઇટેનિક સમી છાતી ચીરીને જોઇ લે જરા
હોકાયંત્રમાં ક્યાં કોઇએ લખેલી તબાહી હતી ?

ગર્ભિત ઇશારો કરીને આખરી કૂમ્પળ ખરી પડી
વાડને કિનારે કોઇ કુંવારી છોકરી નાહી હતી .

એના ટેરવાના સ્પર્શથી પથ્થર પતંગિયુ બને છે
આ વાત પહેલા પાના પર કોણે છપાવી હતી?

‘અધીર’ ગઝલમાં એટલી ઉંચી વાત કરી ગયા કે
બુરજે ખલીફા પરથી કોઇ શેખે છલાંગ લગાવી હતી.

Comments

  1. nice one bahu khabar na padi but try karu chu samajva

    ReplyDelete
  2. Lacking in coherence and unity of thought but I liked the candid tone of the poet

    ReplyDelete
  3. હઝલ-બઝલ સરસ છે. છંદ-બંદ હોય તો છાકો પડી જાય.
    સરસ પ્રતીકો અને કલ્પના.

    ReplyDelete
  4. saras!!gha na samay pachi tari kavita mani!!

    ReplyDelete
  5. goog!!enjoyed your poem after long time!!!

    ReplyDelete
  6. --> થેંકસ પંચમભાઇ,છન્દની કોશિશ કરીશ! શરાબીમાં અમિતાભે કહ્યુ છે કે " કોશિશે અક્સર કામયાબ હોતી હૈ, વાદે અક્સર તુટ જાતે હૈ"
    --> થેંક્સ સંજય, સરલાજી, શ્રેયા!

    ReplyDelete
  7. વાહ ....સરસ ભાવ! સરસ રચના. પંચમદાએ કહ્યું એમ છંદ હોય તો વધૂ નીખરે....અભિનંદન

    ReplyDelete
  8. મજા પડે છે. પંચમની વાત પર ધ્યાન આપવા જેવું ખરું. બ્લોગજગતમાં આવી રચનાઓ ઓછી જોવા મળે છે.

    ReplyDelete
  9. You are simply different than other Gujju poets.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર