ઉપરથી દબાણ છે ....

કૃષ્ણને પણ એની ક્યાં કઈ જાણ છે
પાર્થ કીધા વગર જ ચઢાવે બાણ છે

એસએમએસથી ઇન બોક્સ છલકાયું
નક્કી મિત્રને આજે પૈસાની તાણ છે.

ગૌરવ પથ પર ગાયો ફરે ગૌરવથી
આ શહેર શહેર નહિ, મોટી ગમાણ છે

અમે લોન માટે ઠેરઠેર ભટકતા રહ્યા
ત્યારે જાણ્યું સાસરૂ સોનાની ખાણ છે

ચાખી જોયા પછી એ ધીમેથી બોલ્યા
સારું થયું પગ ન પડ્યો, આ તો છાણ છે

કશુંય લીધા વગર જવા દેવી પડશે
ફાઈલ પાસ કરવા ઉપરથી દબાણ છે

'અધીર’ શ્વાસ રોકીને ચઢી જા આજે,
લીફ્ટ બંધને આઠ માળનાં ચઢાણ છે.

Comments

  1. suparb....vanchan no sokh na hoy topan vachvanu man thay ... thodama ganu samji jajo..--- tamaro ek prasansak.

    ReplyDelete
  2. SUPARB....VANCHAN MA RAS NA HOY TO PAN VANCHVU GAME..EVU LAKHO CHO..TAME..SASU VAHU NI SIRIYAL CHODAVINE BOLOG PAR LAI AAVO CHO TAME...--TAMARO PRASANSAK.

    ReplyDelete
  3. દોડવું પડશે "મેન્સ રૂમ" માં અધીર
    આવ્યું અમોને હવે ખુબ દબાણ છે.

    જ્યોતીન્દ્ર દવે પછી કદાચ મને તમારી રચનાઓ ગમી છે.

    ReplyDelete
  4. થેન્ક્સ હેમંત ભાઈ... :)

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર