ના કર

મારા ઘડેલા પ્લાનને રમડભમડ ના કર
ઉપગ્રહની જેમ આસપાસ ભ્રમણ ના કર.

હળવા નાસ્તાને તું હળવો રાખે તો સારું
સવાર સવારમાં લાડવાનું જમણ ના કર.

એક હાથમાં કપ ને એક હાથમાં રકાબી
ટોવેલ પહેર્યો હોય ત્યારે આક્રમણ ના કર.

ઝખમ સુકાશે પછી આવશે ગુલાબી રૂઝ
નવરા બેઠા નાહક એને ખણખણ ના કર.

દેશની પત્તર ખંડાઈ છે આ જાતિવાદમાં
ફેસબુક પર તો વાણિયા બામણ ના કર.

દેખાય છે મને ચાંદ, એ પણ નરી આંખે
વચ્ચે આવીઆવીને આમ ગ્રહણ ના કર.

‘અધીર’તું હળવી વાતો કરે તો ગમે છે
આત્મકથા કહી ભારે વાતાવરણ ના કર.

Comments

  1. દેશની પત્તર ખંડાઈ છે આ જાતિવાદમાં
    ફેસબુક પર તો વાણિયા બામણ ના કર

    Simply great.

    ReplyDelete
  2. સુંદર કવિતા કે લિએ બધાઈ
    ડૉ. સી. જય શંકર બાબુ

    ReplyDelete
  3. આદરણીય અધીર જી,
    નમસ્કાર ।
    નવિન જી કે બ્લાગ કે માધ્યમ સે આપકે ઇસ બ્લાગ કા પરિચય મિલા । ગુજરાતી કે માધ્યમ સે સાહિત્યિક શ્રીવૃદ્ધિ કા પ્રયાસ આપ જો કર રહે હૈ, વહ અભિનંદનીય હૈ, મેરા હાર્દિક અભિનંદન । મૈં કઈ ભાષઓં મેં બ્લાગિંગ કર રહા હૂઁ, મગર અધિકાંશ અપને મિત્રોં, ઉત્સાહી રચનાકારોં કી રચનાઓં કો હી શામિલ કરતા હૂઁ । યુગ માનસ હિંદી બ્લાગ કો આપ www.yugmanas.blogspot.com પર પઢ઼ સકતે હૈં । ગુજરાતી મેં ગુજરાતી ડાયરો કે નામ સે એક બ્લાગ શુરૂ કિયા હૈ, મગર ઉસમેં અભી એક હી રચના પ્રકાશિત હૈ । આપકે અનુરોધ હૈ, કૃપયા આપ અપની રચનાએઁ ગુજરાતી ડાટરો કે લિએ ભી ભેજેં તથા અન્ય મિત્રોં કો ભી ઇસસે જોડ઼ેં । આપ http://www.gujaratidayro.blogspot.com/ પર ગુજરાતી બ્લાગ દેખ સકતે હૈં ।
    શુઉકામનાઓં સહિત…
    ડૉ. સી. જય શંકર બાબુ

    ReplyDelete
  4. દેશની પત્તર ખંડાઈ છે આ જાતિવાદમાં
    ફેસબુક પર તો વાણિયા બામણ ના કર

    VERY TOUCH AND REALISTIC

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર