ખુબ ચચરે છે...

એ વાત પર ખુદ કુવો અચરજ કરે છે
ખારા પાણીથી પણ કોક ડબલું ભરે છે

મોંઘી કારને કોઈ સ્કુટી અથાડી જાય
પછી સુરતીના મ્હોમાંથી સુરતી સરે છે.

દુશ્મન કરે તો કમ અસર થાય એની,
દોસ્ત જો દગો કરે તો ખુબ ચચરે છે.

પ્લાસ્ટિકનાં ઝાડને પણ પાનખર હોય?
ચાઈનાનું હશે એટલે જ પાન ખરે છે.

‘શું વાત કહી’ પછી પ્રશ્નાર્થ મૂકી દીધો
આ તું દાદ આપે છે કે કચરો કરે છે ?

નેતાની ભાગીદારીમાં ધંધો કરી જાણ્યું
ટકાવારી ટેક્સને કેટલો ઓછો કરે છે !

હપ્તો ખાધો હશે, નહીતર કેમ બને ?
અમદાવાદમાં કૂતરું સસલાથી ડરે છે.

‘અધીર’ની ગઝલ તમારી વોલ પર,
તમે ગમો છો એને, તો ટેગ કરે છે !

http://www.divyabhaskar.co.in/article/GUJ-adhir-amdavadi-ghazal-2056727.html
(દિવ્ય ભાસ્કરની વેબ એડીશનમાં)

Comments

  1. હપ્તો ખાધો હશે, નહીતર કેમ બને ?
    અમદાવાદમાં કૂતરું સસલાથી ડરે છે.

    ... વાંચીને થોડા દિવસ પહેલાની એક ઘટના યાદ આવી ગઇ. પરિમલ ગાર્ડન પાસે એક ટ્રાફિક પોલિસે એક બાઇક રોકી. બાઇક એક 13-14 વર્ષનો છોકરો ચલાવતો હતો અને પાછળ પણ એવડોજ એક છોકરો બેઠો હતો. પોલિસે લાઇસંસ માગતા એ છોકરાઓ દલીલ કરતા હતા કે ‘તમે અમને નાના જોઇનેજ રોકો છો, મોટાઓ ને ચેક કરતા જ નથી’. અને પેલો પોલિસ પણ એને એક થપ્પડ મારવાને બદલે સમજાવવાની કોશીશ કરતો હતો કે એવુ નથી, એ તો બધાને ચેક કરે જ છે! ઇડિયટ.

    ReplyDelete
  2. શું વાત કહી છે અધીરભાઈ?


    આ દાદ છે.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર