આ આરજેઝ કાલા થાય કોઈ ઝાલોજી ઈન્ફ્લુઅન્સર ઘેલા થાય કોઈ ઝાલોજી કોમેન્ટેટર્સ વદે સડસડાટ કોઈ ઝાલોજી ન્યૂઝ એન્કર્સનો બબડાટ કોઈ ઝાલોજી ટિકિટના કાળાબજાર કોઈ ઝાલોજી ટિકિટ લાયાનો ઘોંઘાટ કોઈ ઝાલોજી પાણી બોટલના ભાવ કોઈ ઝાલોજી પાર્કિંગ માટે રઝળપાટ કોઈ ઝાલોજી ત્યાં રનોનો વરસાદ કોઈ ઝાલોજી મુનસીટાપલી ગાળો ખાય કોઈ ઝાલોજી. જોવા યુએસથી આયા ભાય કોઈ ઝાલોજી ‘અધીર’ કે’ ટીવીમાં જોવાય કોઈ ઝાલોજી ~ અધીર અમદાવાદી
છે ભમ્મરિયા કુવા જેવી આંખો, ઉપરથી ડુબાડવાનો શોખ રાખો. કોઈ દેખાડી જાય ખ્વાબ નકલી, ને જોઈ લો? જાગો ગ્રાહક જાગો. એક બે ક્ષણનો નથી અફસોસ; વીતી ગયો છે જન્મારો આખો. પાછું આપી દો જે જે મારું હતું; તમારું હતું તે તે છો તમે રાખો. એક તૂટે તો એનો શોક કરીએ; ખ્વાબ તો આવે ને જાય લાખો.
Comments
Post a Comment