આખી રાત










માછલી પાણીમાં તરફડે છે આખી રાત.
ને પંખી માળામાં ફડફડે છે આખી રાત.

શમણામાં આખી રાત જાગતો બેઠો રહ્યો,
યાદો પછી જૂની સળવળે છે આખી રાત.

એ હકીકત છે કે સ્વપ્ન, નક્કી નથી થાતું,
કાનમાં કોઈના શ્વાસ ફરફરે છે આખી રાત.

લગામ ત્યાં કોની કોના હાથમાં હોય છે ?
ઇચ્છાઓના ઘોડા હણહણે છે આખી રાત.

આજની રાત તારે સુવાનું નથી ‘અધીર’
એક મચ્છર એવું ગણગણે છે આખી રાત.

~ અધીર અમદાવાદી 

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર