ફેસબુક જન તો તેને રે કહીએ .....

ફેસબુક જન તો તેને રે કહીએ જે ટેગ પરાણે મારે રે,
ટેગ કરી ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે.

સકળ લોકમાં સહુને ટેગે, છોડે ન એ કોઈને રે,
પોતાની વોલને ચોખ્ખી રાખે, ધન ધન ગર્લફ્રેન્ડ તેની રે ... ફેસબુક જન

સમદ્રષ્ટિ ને સૌને ટેગે, પણ સ્ત્રી જેને ખાસ રે,
કોપી કરીને સૌને ટેગે, ગોરધન નવ કાંપે હાથ રે ... ફેસબુક જન

મુકુલ છાયા ગાંઠે નહિ એને, ટેગ વૈરાગ્ય નહીં મનમાં રે,
બે-ચાર શું કોમેન્ટ રે વાગી, સકળ સ્ટેટસ તેના માનમાં રે ... ફેસબુક જન

વણથોભી ને સતત ઠોકી છે, કામ-ધંધો વિસાર્યા રે,
પણે અધીરિયો તેનું વર્ણન કરતાં ધૂળનાં ફાકા માર્યા રે ... ફેસબુક જન

Comments

Popular posts from this blog

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....