કન્ફ્યુઝન થાય છે

આપનું મુખ જોઈ મનમાં થાય છે
બ્યુટી પાર્લરવાળા જબરું કમાય છે. 


ગુલાબ લઈ આવે છે જે પાછળ 
અંતે રાખડી બંધાવીને જાય છે. 


મેરા ભારત મહાન કેમ ન હોય?
અહિં કૂતરા પણ જલેબી ખાય છે. 


બાર મહિને પત્ની પિયર જાય પછી
બહુ મસ્ત દિવસો જુદાઈના જાય છે. 


પાડોશમાં સુંદર સ્ત્રી રહેવા આવે 
પછી મનમાં સરખામણી થાય છે. 


જિન્સ, કેશ, કપડાં સરખા હોય તો
ભઈ છે કે બુન, કન્ફ્યુઝન થાય છે. 


--
(સ્વ. આદિલ મન્સૂરીની ગઝલની બે પંક્તિ તાહાની 
વોલ પર વાંચી અને એનાં પરથી આ હઝલ લખાઈ ગઈ) 

Comments

Popular posts from this blog

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....