પૃથ્વીનો મેરુદંડ છું

મેળાઓમાં હું કુંભ છું ને પૃથ્વીનો મેરુદંડ છું;
આવું છું નાસ, મોજું સુનામીનું ને પ્રચંડ છું !

સીધો છું પણ કડક છું, ગાંઠો પણ કંઇક મુજમાં,
મીઠાશ ભરી જગતની જેમાં, હું એ ઇક્ષુદંડ છું.

મૃત્યુંજય છું કે ખુદ યમને પાછાં વળવું પડે,
ભક્તિની વાત થાય તો હું જ ઋષિ માર્કંડ છું.

એટલે પ્રજ્વળું કે કોઈ શ્રધ્ધાથી તેલ પૂરે છે;
આમ અમથી દિવેટ, ને આમ દીવો અખંડ છું.

કાળોમેશ, રાખાચ્છાદિત ને અગ્નિવેશ ધારી,
તપું જનકલ્યાણ અર્થે એ પવિત્ર હવનકુંડ છું.

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર