આમીન ના કર

જે પ્રાચીન છે એને તું અર્વાચીન ના કર.
મોગલે-આઝમ ફિલ્મને તું રંગીન ના કર.

મને રસ છે માત્ર આ પ્રસંગના વર્તમાનમાં
કલાત્મક બનાવી એને સાર્વકાલીન ના કર.

મોજે દરિયામાં ડૂબ ને જિંદગી તરતો જા,
બે ચાર જે ક્ષણો છે એ તું ગમગીન ના કર.

છે મંજૂર એ કે તું દુઆ ન દે અમને પણ,
દુશ્મનોની બદદુઆ પર ‘આમીન’ ના કર.

સૌંદર્ય ને સુંદરતામાં ફરક સમજ ‘અધીર’
બેવફા ને બેનઝીર કહી તહસીન ના કર.

Comments

  1. બેનઝીર ભલે બેવફા થાય અધીર,
    તારી વફાની તો તું તોહીન ના કર,

    ક્યા ખુબ અધીરભાઈ, સરસ અને સુંદર વાત કહી, મેં તો માત્ર અડપલું જ કર્યું છે,

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર