પૂરતું છે



નાસ્તામાં જ્યુસ સાથે બ્રેડબટર હોય પૂરતું છે.
ભોજનમાં પરાઠાને આલુ-મટર હોય પૂરતું છે.

મને એક મૌન નથી માફક આવતું તારું બસ,
સવાર સાંજ હલકી ચટરપટર હોય પૂરતું છે.

જરૂરી નથી કે જીવનમાં તું સળંગ મળે મને,
તારા સહવાસનું એકાદું ચેપ્ટર હોય પૂરતું છે.

કોઈ અમંગળ ખબર હો તારા પત્રમાં તો ફક્ત,
કાપવા નસ હાથવગું પેપરકટર હોય પૂરતું છે.

જુદાઈમાં જુઓ આશિક આવી દુઆ માંગે છે,  
વહાવવા આંસુ અલાયદી ગટર હોય પૂરતું છે.  

એક તું અને એક હું પૂરતા નથી સફર માટે?
બસમાં ડ્રાઈવર હોય ને કંડકટર હોય પૂરતું છે.

ને બિમારી પછી છો કોઈ પણ આવે ‘અધીર’
સારવાર કરવા માટે તું ડોક્ટર હોય પૂરતું છે.

Comments

  1. ખુબ સરસ.. આપના આ વિચાર માટે ધન્ય વાદ ..સાથે આવી સુંદર અને માહિતી સભર ગુજરાતી વેબ સાઈટ બદલ http://www.jeevanshailee.com (ગુજરાતી વિચાર સંગ્રહ) તરફથી સૌ વાચકોને ધન્યવાદ. હું વેબ સાઇટ બનાવનારના આ પ્રયાસો ને બિરદાવું છું અને હમેશા આપ આ કાર્ય માં આગળ વધો એવી મારી અંતહ કારણ ની શુભેચ્છાઓ . ખુબ ખુબ ધન્ય વાદ..

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર