એ સાહસ છે
શરદ ઋતુમાં રોજ્જે નહાવો તો એ
સાહસ છે.
ભૂલમાં પંખાની ચાંપ દબાવો તો એ સાહસ છે.
ભૂલમાં પંખાની ચાંપ દબાવો તો એ સાહસ છે.
શિયાળો અને ઉનાળો બેઉ જ્યાં
આકરા હો
ત્યાં ઘરમાં આરસ નખાવો તો એ સાહસ છે.
ત્યાં ઘરમાં આરસ નખાવો તો એ સાહસ છે.
મહા મહિનામાં ઠરેલા માટલાનું
જુનું પાણી
ભરી લોટો તમે માથે ચઢાવો તો એ સાહસ છે.
ભરી લોટો તમે માથે ચઢાવો તો એ સાહસ છે.
શીતકાલીન પવનો ખાધેલ લોઢાના ઝાંપાને
સવારે લીસ્સો ગાલ અડાડો તો એ સાહસ છે.
સવારે લીસ્સો ગાલ અડાડો તો એ સાહસ છે.
ગરમ-ઠંડાની જાણકારી વગર
બાથરૂમમાં
નળ જમણી બાજુ ઘુમાવો તો એ સાહસ છે.
નળ જમણી બાજુ ઘુમાવો તો એ સાહસ છે.
~ અધીર અમદાવાદી
Comments
Post a Comment