તમે ચોંકી જશો

રહેમાન કે’શે ગા, તમે ચોંકી જશો
‘અધીર’ કે’શે ના, તમે ચોંકી જશો.

ગીફ્ટ આપતા રહો તો વાતેવાતે
પત્ની કહેશે હા, તમે ચોંકી જશો.

ઉપવાસ પર ઉતરશો પછી ખુદ
મોદી કહેશે ખા, તમે ચોંકી જશો.

કલપ-મેકપ કરી ફરો, નહીં તો,
પતિ કે’શે બા, તમે ચોંકી જશો.

આ પેલું છે, એમ કહીને મારા બેટા
લોકો વેચે છે આ, તમે ચોંકી જશો

~ અધીર અમદાવાદી

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર