ક્યાં ગયા ?

છીંકણીના તણાતાં સડાકાઓ ક્યાં ગયા?
કડક ધોતિયાધારી કાકાઓ ક્યાં ગયા?

કાપવાની ચપ્પાથી જેની એક મઝા હતી,
સાબુના લાંબા-લાંબા લાટાઓ ક્યાં ગયા?

લગ્ન પછી મીંદડી બની ગયા છે દોસ્તારો,
સિંહ હોવાના એમના ફાંકાઓ ક્યાં ગયા?

એક કેળું આપીને ફોટા પડાવે છે દાનવીરો,
નામ વિના કરોડો દેનાર દાતાઓ ક્યાં ગયા?

‘અધીર’ જીમમાંથી નીકળતા જુવે કટપીસ,
અંદર જે જતા’તા એ તાકાઓ ક્યાં ગયા?

અધીર અમદાવાદી 
૧૦-૧૦-૨૦૨૧ 

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર