એ તો થાય

તું જો એકવાર કહી દે ને કે: બકા એ તો થાય
તો સત્તર પતંગ કપાયાનો ગમ ભૂલી જવાય.

ભલેને ઘણી ઉંમરલાયક તેઓ દેખાતી હોય
બહેનોને આપણાંથી કદી આંટી ના કે’વાય.

ઝાડ પર બેઠેલ વાંદરો એ જાતે નક્કી કરશે,
એને ના કહેશો શું ખવાય અને શું ના ખવાય.

યોગ્ય હેતુ હોવો જોઈએ કોઈ પણ કામ માટે
સિગારેટ સળગાવવા કઈં દિપક ના ગવાય

જો તમે પરણેલા હશો તો ઘરમાં પૂરતાં થશે,
સમજજો, બહારના ઝઘડા ઘરમાં ના લવાય.

ટ્રાફિક પોલીસની એ મહેરબાની છે ‘અધીર’
અમદાવાદ મેગાસિટીમાં રોંગ સાઈડે જવાય.

~ અધીર અમદાવાદી 

Comments

Popular posts from this blog

તમે જોઈ શકો છો .. ફરી એકવાર