Saturday, August 21, 2010

ખણવા દે !

મનગમતું છે કાજ, ખણવા દે !
છે એમાં મોજે મોજ, ખણવા દે !

જાહેરમાંતો દબાવીને બેઠો તો
ખાનગીમાં તો હવે ખણવા દે !

જ્યાં ન પહોંચે કર, ત્યાં પહોંચે ખણ
કાંસકો લઇ પ્રેમથી ખણવા દે !

મને તું રોક ના, તને હું રોકું નહિ
તું તારે ખણ અને મને ખણવા દે !

એક હાથ તો એનો પકડ્યો 'અધીર'
બીજા હાથે એ કેમ ન ખણવા દે ?No comments:

Post a Comment