Posts

તમે જોઈ શકો છો

કાકાને ખખડાવે છે કાકી, તમે જોઈ શકો છો. કાને રૂ ભરવાની ચાલાકી, તમે જોઈ શકો છો. કીટલીએ ઉભેલી વ્યક્તિ બહારગામની લાગે છે. ઓર્ડર કરે છે એ ચા આખી, તમે જોઈ શકો છો. દહીંથરું કાગડા સાથે ગયાની બની છે ઘટના, બેકાર થઈ ગયા છે કાઝી, તમે જોઈ શકો છો. માસ્ક વગર ફરે છે ખુલ્લેઆમ આ નગરજનો, મુર્ખાઓની વધતી આબાદી, તમે જોઈ શકો છો. ‘અધીર’નું સર્જન અત્યંત ઉત્કૃષ્ટ છે એ જાણો; આ હઝલમાં એની ઝાંખી, તમે જોઈ શકો છો.

તમે ચોંકી જશો

રહેમાન કે’શે ગા, તમે ચોંકી જશો ‘અધીર’ કે’શે ના, તમે ચોંકી જશો. ગીફ્ટ આપતા રહો તો વાતેવાતે પત્ની કહેશે હા, તમે ચોંકી જશો. ઉપવાસ પર ઉતરશો પછી ખુદ મોદી કહેશે ખા, તમે ચોંકી જશો. કલપ-મેકપ કરી ફરો, નહીં તો, પતિ કે’શે બા, તમે ચોંકી જશો. આ પેલું છે, એમ કહીને મારા બેટા લોકો વેચે છે આ, તમે ચોંકી જશો ~ અધીર અમદાવાદી

તમે નહીં માનો

ધોતિયા પર પહેરાતો હતો કોટ, તમે નહીં માનો. ધીરુભાઈનો છોકરો કરે છે ખોટ, તમે નહીં માનો. ઓફિસનું કામ ને ઘરકામ સાથે ઘેર બેઠા કરું છું; પહેરતા ભૂલી ગયો છું કંઠલંગોટ, તમે નહીં માનો. બેભાન હતો, ભાનમાં આવી ગયો બે મીનીટમાં સુંઘાડી હતી પાંચસોની નોટ, તમે નહીં માનો. વિજ્ઞાન એટલી પ્રગતિ કરશે કે ચકિત થઈ જશો. ક્યારેક છી-ભુયે કરશે રોબોટ, તમે નહીં માનો. સત્કર્મ કરો, મુસીબતમાં આવશે કામ ‘અધીર’; કીડી ઓફર કરશે તમને લોટ, તમે નહીં માનો. ~ અધીર અમદાવાદી  19-09-2020

એ સાહસ છે

શરદ ઋતુમાં રોજ્જે નહાવો તો એ સાહસ છે. ભૂલમાં પંખાની ચાંપ દબાવો તો એ સાહસ છે. શિયાળો અને ઉનાળો બેઉ જ્યાં આકરા હો ત્યાં ઘરમાં આરસ નખાવો તો એ સાહસ છે. મહા મહિનામાં ઠરેલા માટલાનું જુનું પાણી ભરી લોટો તમે માથે ચઢાવો તો એ સાહસ છે. શીતકાલીન પવનો ખાધેલ લોઢાના ઝાંપાને સવારે લીસ્સો ગાલ અડાડો તો એ સાહસ છે. ગરમ-ઠંડાની જાણકારી વગર બાથરૂમમાં નળ જમણી બાજુ ઘુમાવો તો એ સાહસ છે. ~ અધીર અમદાવાદી  

વરસાદી માહોલ અને લગ્નો

Image

પૂરતું છે

નાસ્તામાં જ્યુસ સાથે બ્રેડબટર હોય પૂરતું છે. ભોજનમાં પરાઠાને આલુ-મટર હોય પૂરતું છે. મને એક મૌન નથી માફક આવતું તારું બસ, સવાર સાંજ હલકી ચટરપટર હોય પૂરતું છે. જરૂરી નથી કે જીવનમાં તું સળંગ મળે મને, તારા સહવાસનું એકાદું ચેપ્ટર હોય પૂરતું છે. કોઈ અમંગળ ખબર હો તારા પત્રમાં તો ફક્ત, કાપવા નસ હાથવગું પેપરકટર હોય પૂરતું છે. જુદાઈમાં જુઓ આશિક આવી દુઆ માંગે છે,   વહાવવા આંસુ અલાયદી ગટર હોય પૂરતું છે.   એક તું અને એક હું પૂરતા નથી સફર માટે? બસમાં ડ્રાઈવર હોય ને કંડકટર હોય પૂરતું છે. ને બિમારી પછી છો કોઈ પણ આવે ‘અધીર’ સારવાર કરવા માટે તું ડોક્ટર હોય પૂરતું છે.

તારી આંખો

એન્ટારટીકાનાં બર્ફિલા પવનોમાં   સહરાની ધગધગતી રેત પર આફ્રિકન જંગલી જંગલોમાં    બુર્જે ખલીફાની ટોચ પર ને મુંબઈની પરસેવાનુંમાં લોકલ ટ્રેઈન્સમાં મને યાદ આવે મોરિશિયસનાં આસમાની પાણી જેવી તારી આંખો !!!!

એ તું જ છે ....

એ તું જ છે ... કાચની કાતિલ કરચો કરતાં જે વધારે વાગે છે મને, એ શું છે, એ તને તો ખબર હશે જ ! -- વાતચીતના વાસંતી વાયરા વિરમે પછી યાદ થઈ જે વરસે, એ તું છે, એ તને તો ખબર હશે જ !  -- કાળીચૌદસની કાળી અંધારી રાતે કરું આંખ બંધ ને જે દેખાય એ તું જ છે, એ તને તો ખબર હશે જ. -- શરદપૂનમની રાતે ચાંદની કરતાં પણ જે વધારે દઝાડે છે એ તું જ છે, એ તને તો ખબર હશે જ.  

એ ગુજરાતી .....

Image

ત્રીજી અઘરી ગઝલ

૧) મને મારા જ પડછાયા આકરા લાગે છે.       શશિ આભમાં સળગતા કાકડા લાગે છે. ૨) કે ત્યાં લગી આવી અટકી ગયા પગરવ       એકલતાના દ્વાર સમીપ બાંકડા લાગે છે. ૩)  પરમહંસ કક્ષાએ પહોંચ્યા પછી આવું થાય       હસીન છે નહિ એ હસીન ખામખાં લાગે છે.  ૪)   મધુર રસ સભર અસર અંતર તરબતર          હોઠ જલેબી , હાથ તારા ફાફડા લાગે છે. ૫)   ગાલગા ને ગાગાલગા ઘોળીને પી ગયા         ‘ અધીર ’ સાચા કવિ થવાના તાયફા લાગે છે. (ઓરીજીનલી કચરા કવિતા કેવી રીતે લખાય એનાં ઉદાહરણ તરીકે રચાયેલી આ હઝલની પ્રેરણા માટે સાક્ષર ઠક્કરનો આભાર !)   ૧.  શરુઆતમાં એક અધરી વાત કહી દો  ૨, અઘરા શબ્દો વાપરો :દ્વાર, પગરવ, સમીપ ૩. ઉર્દૂ શબ્દો વાપરો  ૪. અલંકાર અને ઉપમા પ્રયોજો  ઉપમા ૫. છેલ્લે ઘુસે કે નાં ઘુસે તખલ્લુસ ઘુસાડો !