Saturday, August 04, 2007

અમેરિકામાં એક વરસ!

પાણીમાં ઉડે છે, અને હવામાં તરે છે
પુછશો ના'અધીર્'અમેરિકામાં શું કરે છે!

ચીઝ પીઝ્ઝા ખાય છે,અને કારમાં ફરે છે
પગાર થોડો,'ને લાંબા-લાંબા બિલો ભરે છે!

ટીશ્યુમાં છીંકે છે,અને કાગળથી લુછે છે.
અમેરિકામાં આવાતો કાંઇક ગજબ કરે છે!

ખુદ પટાવાળો,ખુદ રામો ને ખુદ ધોબી છે,
'ગેસ સ્ટેશન' પર ખુદ પોતે ગેસ ભરે છે!

શું જુએ ગોરી છોરી'ને ભુરી આંખો 'અધીર'?
એતો હથેળીની ઘસાયેલ રેખાઓને ઘુરે છે!

1 comment:

  1. very true...really nice one...to pan loko ne pardesh no moh kya chute che adhirbhai...!!!!!!

    ReplyDelete