Saturday, August 11, 2007

...ખોઈને આવ્યો છું

દિલમાં શુળ પરોવીને આવ્યો છુ.
આંખોને નિચોવીને આવ્યો છુ.
અસ્તિત્વ ફીણ-ફીણ થઇ ગયુ મારુ
જિગરને એવુ વલોવીને આવ્યો છુ.

અંતરને આખુ ધોઇને આવ્યો છુ
હમણાંજ હું રોઇને આવ્યો છુ.
આ મુલાકાતમાં અમને શુ મળ્યુ?
એમને જ જ્યારે ખોઇને આવ્યો છુ.

શમણાંઓ તોડીને આવ્યો છુ.
થાકી ગયો, દોડીને આવ્યો છુ.
હે પ્રભુ! સામો ન મળીશ મને!
હમણાંજ હાથ જોડીને આવ્યો છુ.

1 comment:

  1. tame to hazal ne ghazal bannej kaik alaga ada ma lakhi jano chho...awesome..

    ReplyDelete