સુક્કા સપના


સૈકો નહિ તો એક ક્ષણ થઈ મળ મને,
એ ક્ષણમાં હું જોયા કરું અનર્ગળ તને.

પાણીના સમ આપી તરસ્યો રાખે છે,
છેતરી જાય સુક્કા કુવાનાં તળ મને.

કોઈની કુંવારી કૂખમાં સ્વપ્ન ભરી શકું,
દુર્વાસાના આશિર્વાદની જેમ ફળ મને. 

વર્ષો પછી મળ્યાં પણ જોઈ ન શક્યો
આંખે બાઝ્યાં’તા આંસુનાં પડળ મને.

રણ જેવી એની આંખોમાં તાકી રહ્યો,  
ન સમજાયું શેની હતી ખળખળ મને.

રૂપિયાથી જ કેમ મૂલવતા હશે લોકો
વિચારોથી પણ કોઈ ગણે સફળ મને.

Comments

Popular posts from this blog

એ તો થાય

તમે જોઈ શકો છો .. ફરી એકવાર