સાવ કોરો છું ....

ફેલાવી બેઠો છું લાલ જાજમ  લે આવ કોરો છું.
આંખોમાં શ્રાવણ સુદ આઠમ ને સાવ કોરો છું.

તું આઈ લવ યુ કહી દે, કોઈ પણ ભાષામાં
હો ઉર્દૂ તામિલ મલયાલમ કે સાવ કોરો છું.

સુરાલયમાં સંગત હતી, ને કારણ વાજબી હતાં
આજે કહેવામાં લાગે છે નાનમ કે સાવ કોરો છું.

બરછટ જીંદગીમાં મોરપીંછ સમું કોઈ નથી !
સ્વપ્ન હતાં રેશમી મુલાયમ ને સાવ કોરો છું.

  પણ છેતરવાની એક રીત છે અધીર
હો છલોછલ  ને કહીએ જાનમ કે સાવ કોરો છું.

Comments

Popular posts from this blog

ત્રિકોણના ચોથા ખુણે બેસીને .....

અમદાવાદમાં વર્લ્ડ કપ ફાઇનલ સમયે ..